શહેરના હીરા ઉદ્યોગમાં ભારે સંખ્યામાં કારીગરોની ઘટ પડી રહી છે. આ પરિસ્થિતના પગલે ડાયમંડ ઉદ્યોગ પર માઠી અસર થવાની શક્યતા છે. સુરત ડાયમંડ વર્કર યુનિનના કહેવા પ્રમાણે હાલ શહેરમાં ૧.૫૦ લાખથી વધારે કારીગરોની ઘટ પડી રહી છે.
કોરોનાકાળમાં શહેરમાં તમામ ઉદ્યોગો બંધ હતાં. પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી હતી. પરંતુ ગત દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગમાં તેજી પર થોડી બ્રેક લાગી હતી. દરમિયાન હાલ ડાયમંડ ઉદ્યોગ ધીમે ધીમે પાટા પર આવી રહ્ના છે. પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં હાલ દોઢ લાખ જેટલા કારીગરોની ઘટ હોવાનું સુરત ડાયમંડ વર્કર યુનિયનના આગેવાનો કહી રહ્ના છે. કોરોનામાં લોકડાઉનમાં વતન ગયેલા રત્નકલાકારોમાંથી હજી પણ ૨૦ ટકા રત્નકલાકારો પરત આવ્યા નથી. હાલ વરસાદની સિઝન હોવાથી વતનમાં ખેતી-વાડી ધરાવતા કર્મચારીઓ ખેતી કરવા માટે વતન જતા રહ્ના છે. જ્યારે મોંઘવારીની સાથે પગાર ધોરણ ન વધવાને કારણે અમુક કર્મચારીઓ અન્ય ફિલ્ડમાં કામ કરવાનું પસંદ કરી રહ્ના છે. જેના કારણે ડાયમંડ ઉદ્યોગમાં કારીગરોની ઘટ પડી રહી છે.