
શહેરમાં ૮૪ અને જિલ્લામાં ૨૦ કેસ સાથે શહેર જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ ૧૦૪ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૨૦૬૭૧૬ થઈ છે. બુધવારે શહેરમાં ૭૯ અને જિલ્લામાં ૧૯ મળી શહેર-જિલ્લામાં ૯૮ દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે. બુધવારે શહેરમાં ૫૯૩ અને જિલ્લામાં ૧૦૦ સાથે શહેર-જિલ્લામાં ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૬૯૩ થઈ છે.
સુરત નવી સિવિલમાં બુધવારે બે કોરોના સંક્રમીત બાળકીઓને દાખલ કરવામાં આવી હતી જેમાં પાંડેસરાના ઍક પરિવારની ૧ મહિનાની બાળકીને હૃદયની તકલીફ હોવાથી હેલ્થ સેન્ટરમાંથી સિવિલમાં રિફર કરાઈ હતી જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેવી જ રીતે ડિંડોલીના અન્ય ઍક પરિવારની ૩ મહિનાની બાળકીને કોરોનાના લક્ષણો જણાતા સિવિલ લવાઈ હતી. જ્યાં તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કરાઈ છે.
સુરત શહેરમાં બુધવારે પોઝિટિવ કેસમાં ૭ વિદ્યાર્થી, ૪ વેપારી, જીમ ઈન્સટ્રક્ટર, રત્નકલાકાર, નસ`ગ વિદ્યાર્થી સહિત અન્ય નોકરીયાતો સહિતના સંક્રમીત થયા છે.