રાંદેર કોઝવે નજીક રહેતા અને જમીનની દલાલી કરતા ઍક દલાલને રાંદેર રોડના ત્રણ વેપારીઓઍ પ્લોટ ખરીદવાના બહાને અસલી દસ્તાવેજા સાથે પોતાના ઘરે બોલાવ્યા હતાં. ત્યારબાદ દલાલને માર મારી તેની પાસેથી અસલ દસ્તાવેજનો થેલો લઈ તેની પાસેથી બળજબરીપૂર્વક સહીઓ કરાવી ઘરમાં ગોધી રાખ્યો હતો. ત્યારબાદ સાટાખાતનું લખાણ રદ કરવા માટે રૂ. બે કરોડની ખંડણી માંગ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ છે.
રાંદેર કોઝવે નજીક મેરુલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઇસ્માઇલ અહેમદ શેખ જમીન મિલકત લે-વેચના ધંધા સાથે સંકળાયેલા છે. ઓલપાડ, સાલેહપરા ખાતે આવેલી જમીનમાં તેમના મિત્ર મોઇનખાનના કુલ ૨૬ પ્લોટો આવેલા છે. આ પ્લોટોનો સોદો કરવા માટે નાનપુરા, જમરૂખ ગલીમાં રહેતો અલ્લારખાં ગુલામ મુસ્તુફા શેખ, રાંદેર સુલતાનીયા જીમખાના નજીક રોયલ હેરિટેઝમાં રહેતો રાહુલ પઠાણ અને રાંદેર-ગોરાટ રોડ અલફેસાની ટાવરમાં રહેતો સજ્જાદ કાપડીયા નામના વેપારીઓઍ ઇસ્માઇલભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તા. ૮મી જુલાઈ ૨૦૨૦ના રોજ ઇસ્માઇલને સજ્જાદ કાપડીયાના મકાને વકીલને બતાવવા માટે બોલાવ્યા હતાં. ઇસ્માઇલભાઈ અસલ દસ્તાવેજા સાથે સજ્જાદ કાપડીયાના મકાને પહોચી ગયા હતાં. ત્યાં ત્રણેય જણાઍ ઇસ્માઇલને પકડી તેમની પાસેથી દસ્તાવેજનો થેલો લઈ રૂમમાં મૂકી દીધો હતો. ત્યારબાદ આ અંગે પૂછતા ત્રણેય જણાંઍ ઇસ્માઇલને માર મારી સોફા પર બેસાડી દીધા હતાં. અલ્લારખાંઍ પોતાની પાસેનો હથિયાર કાઢી ધમકી આપી હતી કે, જા બોલતા હૈ વો કરો, નહીં તો માર ડાલૂંગા… તેવી ધાકધમકી આપી પ્લોટોના વેચાણ સાટાખત પર બળજબરીપૂર્વક ઇસ્માલઇની સહી કરાવી લીધી હતી. ત્યારબાદ મોઈન ખાનના પ્લોટના અસલ દસ્તાવેજા લઈ લીધા હતાં. રાત્રિના સાડા આઠ વાગ્યા સુધી ઘરમા ગોધી રાખી ધાકધમકી આપી હતી. પ્લોટોનું સાટાખત લખાણ રદ કરાવવા માટે રૂ. બે કરોડની ખંડણી માંગી ઇસ્માઇલને છોડી મૂક્યા હતાં. જાકે, જે તે વખતે ઇસ્માઇલભાઈઍ ફરિયાદ નોધાવી ન હતી. ગુરુવારે રાંદેર પોલીસ મથકમાં આ તમામ વિરૂદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.