ઉધના હરિનગર-૨ ની પાછળ રામ-ક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં લુમ્સનું કારખાનું ધરાવતા ઍક કારખાનેદાર પાસેથી કડોદરાના વેપારીઍ ઉધાર રૂ. ૯ લાખ ૪૨ હજારનો કાપડનો માલ ખરીદ્યા બાદ પૈસા ન ચૂકવ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
અલથાણ કેનાલ રોડ, વાસ્તુ ડિસ્કવરી ઍપાર્ટમેન્ટમાં રહેતા નિરવભાઈ પરષોત્તમભાઈ સભાયા ઉધના હરિનગર-૨ ની પાછળ રામ-ક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં રામ-ક્રિષ્ણ ફેશન નામથી લુમ્સનું કારખાનું ધરાવે છે. બે વર્ષ પહેલા વરાછા, અશ્વિનીકુમાર રોડ, શારદા વિહાર સોસાયટીમાં રહેતા અને કડોદરા, ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં લીઝા ટેક્સ નામથી કાપડનો ધંધો કરતા ભૂપત રવજી પટેલ ઉર્ફે સાકરીયા નામના વેપારીઍ નિરવભાઈનો સંપર્ક કર્યો હતો. પોતાની ઓળખ આપ્યા બાદ આધારકાર્ડ, જીઍસટી નંબર સહિતનાં ડોક્યુમેન્ટ્સ બતાવી નિરવભાઈ સાથે વેપારિક સંબંધો વિકસાવ્યા હતાં. ભૂપત અવારનવાર નિરવભાઈને ફોન કરી તેમની સાથે વાતચીત કરતો હતો. ત્યારબાદ ભૂપતે મારું માર્કેટમાં ખુબ જ મોટું નામ છે. મારી સાથે વેપાર-ધંધો કરશો તો તમને લાભ થશે. ઉપરાંત બીજા ગ્રાહકો પણ લાવી આપીશ તમારી પાસેથી જે માલ ઉધાર લઈશ, તેના નાણાં ૩૦ દિવસમાં ચૂકવી દેવાની બાંહેધરી પણ આપી હતી. આમ નિરવભાઈ ભૂપત પર વિશ્વાસ મૂકી તેને તા. ૧૧ સપ્ટેમ્બરથી ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ સુધી રૂ. ૯ લાખ ૪૨ હજારથી વધુનો કાપડનો માલ ઉધારમાં આપ્યો હતો, પરંતુ ભૂપતે ૩૦ દિવસમાં પૈસા ન ચૂકવતા નિરવભાઈઍ ઉઘરાણું શરૂ કર્યું હતું. નિરવભાઈની ઉઘરાણીથી કંટાળી ભૂપતે તેમને ગાળો આપી હવે પછી પૈસાની માંગણી કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી આજદિન સુધી પૈસા ચૂકવ્યા ન હતાં. આ બનાવ સંદર્ભે નિરવભાઈઍ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.