
માન દરવાજા ટેનામેન્ટ સંલગ્ન આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો હાઈ કોર્ટમાં કેસ હારી જતાં પાલિકાઍ ઍક જ દિવસમાં દુકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે.
માનદરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટ વિરૂદ્ધ આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો હાઈ કોર્ટમાં ગયા હતાં. હાઈકોર્ટે દુકાનદારોની પિટીશન કાઢી નાંખતા પાલિકાઍ દુકાન ખાલી કરવા નોટિસ ફટકારી છે. આ દુકાનો ખાલી થયા બાદ રીડેવલપમેન્ટ યોજના સાકાર થયા ત્યાં સુધી પાલિકા અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યામાં રાખશે.