પૂણાગામ, અંજની સોસાયટીમાં છેલ્લાં બે દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સુરત મહાનગરપાલિકા તરફથી પાણીનું ટેન્કર મોકલી દેવામાં આવે છે. જેથી લોકોને પાણી ભરવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની નોબત આવી છે.
સુરત શહેરમાં વરસાદી માહોલની વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જાવા મળી છે. ચોમાસામાં આકાશી પાણીïમાં લોકો તરબતર થઈ ચૂક્યા છે, પરંતુ વિકાસશીલ ઍવા સુરત શહેરમાં પણ લોકો પાણી માટે તરસતા રહે તે ખુબ જ શરમજનક વાત કહી શકાય. હાલ પૂણાગામના અંજની સોસાયટીમાં છેલ્લાં બે દિવસથી પીવાનું પાણી ન આવતા લોકો હાલાકીમાં મુકાયા છે. આ અંગે સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને રજુઆત કરવા છતાં પાણીની સમસ્યા હલ થઈ નથી. જેથી સ્થાનિક રહીશોઍ ટેન્કરની વ્યવસ્થા માટે રજુઆત કરતા સુરત મહાનગરપાલિકા દ્વારા રહીશોને પીવા અને વાપરવા માટે પાણીનું ટેન્કર મોકલી દેવામાં આવ્યું હતું. જેથી સ્થાનિક રહીશો પીવા અને ઘર વપરાશનો પાણી લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહ્ના હતાં. આમ, છેલ્લાં બે દિવસથી પડેલી પાણીની તકલીફને કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વહેલી તકે પાણીની સમસ્યા હલ થાય તેવી માંગ કરવામાં આવી છે.