લિંબાયત સરદારનગરની પાસે પાનના ગલ્લા પર માવા ખાવા ઊભેલા યુવક પર બે માથાભારે તત્ત્વોઍ ચાકુ વડે હુમલો કરતા ભાગદોડ મચી ગઈ હતી. જાકે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
લિંબાયત રૂસ્તમ પાર્કમાં રહેતા શકીલ જમીલ સૈયદ સરદાર માર્કેટમાં લિંબુનો હોલસેલનો વેપાર કરે છે. તા. ૧૧મી જુલાઈના રોજ રાત્રિના સમયે શકીલ લિંબાયત સરદાર નગર પાસે આવેલ પાનના ગલ્લા ઉપર માવો ખાવા ઊભો હતો. ત્યારે લિંબાયત કમરુનગરમાં રહેતો સોહેલ ઇદરીશ બોબત અને લિંબાયત મહાપ્રભુનગરમાં રહેતો સમીર બિસ્મિલ્લાહ શાહ નામના ઓળખીતા બે વ્યક્તિઓ શકીલ પાસે આવ્યા હતાં. બંને જણાંઍ કહ્નાં કે, ચલ હમકો માવા ખિલા.. ત્યારે શકીલે જણાવ્યું કે, ક્યું ભાઈ મે ક્યું તુમકો માવા ખિલાઉં.. મેરે પાસ પૈસે નહીં હૈ… તેમ કહેતા બંને જણાં ઉશ્કેરાઈ ગયા હતાં અને શકીલને બિભત્સ ગાળો આપતા તેણે ગાળો આપવાની ના પાડી હતી, જેથી બંને જણાંઍ શકીલને પકડી ઢીકમુક્કીનો માર મારી ચાકુ વડે હુમલો કરી શરીર પર ઍક ઘા ઝીંકી દીધો હતો. આ જાઈને શકીલ ત્યાંથી જીવ લઈને ભાગ્યો હતો અને બૂમાબૂમ કરતા આજુબાજુનાં રહીશો દોડી આવ્યા હતાં. આ જાઈને બંને જણાંઍ આજ કે બાદ ઇધર દિખના નહીં.. વરના તેરે કો જાન સે માર દેગે… તેવી ધમકી આપી ભાગી છૂટ્યા હતાં. ઇજાગ્રસ્ત શકીલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ સંદભેર્ શકીલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી આજુબાજુ લાગેલા સીસીટીવીનાં ફુટેજા મેળવ્યા હતાં. જેમાં હુમલાની સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી હતી.