નવસારી જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસથી ભારેથી અતિભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. કાવેરી નદીઍ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર દ્વારા લોકોને નદીકિનારે જવા માટે મનાઈ કરવામાં આવી છે. તેવા સમયે ચીખલીની નદી મહોલ્લામાં પોલીસ દ્વારા બે વર્ષના બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બાળક પાણીમાં તણાઈ જતાંચીખલી પોલીસના પીઍસઆઈ ઍસ.જે. કડીવાલા દ્વારા બાળકને બચાવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ઍનડીઆરઍફની ટીમ પણ ત્યાં આવી પહોચી હતી. જાકે, બાળકસહી-સલામત મળતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો.