નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ચીખલી, વલસાડ હાઈવે ઉપર પાણી ફરી વળતાં વાહનચાલકો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
આ અંગે નવસારીનાં કલેક્ટર દ્વારા ટ્વિટ કરી લોકોને જાણકારી આપી હતી. રોડ ઉપર પાણી હોવાથી વાહનચાલકોઍ કોઈપણ જાતનું જોખમ લેવાની મનાઈ ફરમાવાઈ છે.