ઉકાઈના ઉપરવાસમા ભારેથી અતિ ભારે વરસાદ પડવાના કારણે હથનૂર ડેમમાંથી ૧ લાખ ૨૫ હજાર ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવ્યું છે. હથનૂર ડેમનાં ૪૧દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઉકાઈના ઉપરવાસમાં ૨૪ ગેઝ સ્ટેશનો પર સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે ઉકાઈમાં પાણીની આવક સાંજ સુધીવધવાની શક્યતા દેખાઈ રહી છે અને ઉકાઈ ડેમની સપાટીમાં વધારો જાવા મળશે.
ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓ અને ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. મહારાષ્ટ્રની હદમાં આવેલા હથનૂર ડેમના ઉપરવાસમાં ૨૪ કલાકદરમિયાન ૨૪ ગેઝ સ્ટેશનો પર સરેરાશ દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે હથનૂર ડેમમાં પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા માટે ડેમનાં ૪૧દરવાજા ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. હથનૂર ડેમમાંથી ૧ લાખ ૨૫ હજાર ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવ્યું છે. જે પાણી સાંજ સુધી ઉકાઈ ડેમમાં આવી પહોચશે,પરિણામે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધશે ત્યારે ઉકાઈની સપાટીમાં વધારો નોધાશે.જોકે, ઉકાઈ ડેમની સપાટી હાલ રૂલ લેવલથી ખુબ જ નીચી છે.