
ભાગાતળાવ રાંદેર સ્પોર્ટ્સ નામની દુકાનની પાસે આવેલી મીટરપેટીમાં શોર્ટ સર્કિટના કારણે આજુબાજુનાં વેપારીઓમાં ભાગદોડ મચી હતી. જાકે, ફાયર બ્રિગેડે આગને કાબુમાંલીધી હતી.
ભાગાતળાવ ઍવન કોકો નામની દુકાનની પાછળ રાંદેર સ્પોર્ટ્સ નામની દુકાન આવેલી છે. આ બંને દુકાનની વચ્ચે મીટરપેટી છે. ગુરુવારે બપોરે અચાનક મીટરપેટીમાં શોર્ટસર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. પરંતુ આગ અન્ય દુકાનોમાં પ્રસરે તેપહેલા લોકોઍ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારોચલાવી આગ કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ કે ઇજા પહોચી ન હતી. ત્યાં આવેલી મોબાઈલ, સ્પોર્ટ્સની દુકાન માલિકોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો,પરંતુ આગ કાબુમાં આવતા તમામે રાહતનો દમ લીધો હતો.