
સુરત શહેર ગણેશોત્સવ સમિતિનાં મહામંત્રી સહિત ૫૦ જેટલાં સભ્યોઍ રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામી છે. ત્રણેય હોદ્દેદારોઍ સુરત શહેર ગણેશ સમિતિનાં પ્રમુખ અનિલ બિસ્કિટવાળા સામે ગંભીર આક્ષેપો કરીને રાજીનામું આપ્યું છે.
સુરત શહેર ગણેશોત્સવ સમિતિમાં કતારગામ વિસ્તારની ટીમ વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે કામ કરી રહી છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કિટવાલાની જાખમી અને પક્ષપાતી વલણને કારણે કતારગામ વિસ્તારની ટીમનાં સભ્યોને અન્યાય થઈ રહ્ના છે. અનિલભાઈ બિસ્કિટવાલા રાજકીય દખલગિરીથી તંત્ર ચલાવતા હોવાથી વારંવાર સભ્યોનાં મનદુઃખ થયા છે. જેથી ગણેશોત્સવ સમિતિનાં મહામંત્રી રજનીકાંત છબીલદાસ પટેલની સાથે કતારગામ પોલીસ સ્ટેશનનાં સંયોજક ચંદ્રકાંતભાઈ નાઈ, સહસંયોજક અનુપકુમાર આર. પટેલ, પ્રકાશભાઈ પરમાર, જયંતીભાઈ પટેલ, નિરીક્ષકો સહિત ૫૦થી વધુ સભ્યો, હોદ્દેદારોઍ ઍકસાથે રાજીનામું આપતાં ખળભળાટ મચી જવા પામ્યું છે. આ રાજીનામું હિન્દુ મિલન મંદિરના મહારાજ અને ગણેશ ઉત્સવ સમિતિનાં સંસ્થાપક અમરીષાનંદજી મહારાજને રાજીનામું આપ્યું છે. આ અંગે રજનીકાંત છબીલદાસ પટેલે પ્રમુખ અનિલ બિસ્કિટવાલા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, અનિલભાઈ ભેદભાવની નીતિ અપનાવી રહ્નાં છે. વર્ષોથી ગણેશ ઉત્સવને લઈ અનેક ફરિયાદો પણ કરવામાં આવી હતી, પરંતુ ઍક પણ ફરિયાદો કાને ધરાઈ નથી. આ ઉપરાંત કતારગામ વિસ્તારની ટીમ સાથે ઘણો અન્યાય કરવામાં આવ્યો છે, જેથી આ રાજીનામું આપવાની ફરજ પડી છે.