મહુવા તાલુકાના અનાવલ, ઉમરામાં આવેલી તમામ નદીઓમાં કુંવારિકાઓઍ શિવજીના મંદિરે જઈ ગૌરીવ્રત લઈ પાંચ દિવસ ઉપવાસ કર્યા હતાં. ત્યારબાદ શનિવારે ગૌરીવ્રતના જ્વારાની કુંવારિકાઓઍ પૂજા કરી જ્વારા નદીમાં પધરાવ્યા હતાં.
દરેક બાળાઓઍ ઘરે-ઘરે ગૌરી વ્રતના જ્વારાની પૂજા કરી હતી અને ઍ જ જ્વારા લઈ નદીનાકિનારે આવી પૂજા-અર્ચના, સ્તુતિ-આરતી કરી જ્વારાને નદીમાં પધરાવ્યા હતાં. ત્યારબાદ કુંવારિકાઓ શિવજીના દર્શન કરી પોતાનાં ઘરે પરત ફરી હતી.