
ઉધના કાશીનગરમાં કચરાની ગાડી ન આવતા રહીશો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરતા ઉધના ઝોનનાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. રહીશોઍ બેનરો સાથેઉધના ઝોન ખાતે સોસાયટીનો કચરો લઈ જઈ કેમ્પસમાં ઠાલવી વિરોધ નોધાવ્યો હતો.
ઉધના, કાશીનગર સોસાયટીમાં છેલ્લાં ૧૨ વર્ષથી રોડ રીકાર્પેટ થયાં નથી. સોસાયટીની ફરતે કચરાના ઢગલાઓ કાયમી જાવા મળી રહ્ના છે. સોસાયટીમાંથી પસાર થતાં જાહેરમાર્ગો પર રોજેરોજ સફાઈ કરવામાં આવતી નથી. આ ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ ઉંચકતી ગાડીઓ અનિયમિત આવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્નાં છે. કચરાનો ભરાવોનેકારણે રહીશોમા રોષ ફાટી નીકળ્યો છે. આ સમસ્યાનો નિકાલ કરવા માટે સ્થાનિક કોર્પોરેટરો અને તંત્રને રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નિકાલ આવ્યોનથી. જેથી કાશીનગરનાં રહીશો દ્વારા પોતાની સમસ્યા તંત્રના કાને સંભળાય તે માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. ઉધના ઝોન ખાતે કાશીનગરના રહીશો દ્વારાકચરાના પોટલા બાંધીને મોરચો માંડ્યો હતો. ઉધના ઝોનના કેમ્પસમાં કચરાના પોટલા મૂકી બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોધાવતા અધિકારીઓ દોડી આવ્યા હતાં. આઉપરાંત કોઈપણ રાજકીય પક્ષોઍ ચૂંટણી વખતે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, તેવું પણ રહીશોઍ જણાવ્યું છે તેમજ સફાઈ નહીં…વોટ નહીં.. તેવા સૂત્રોચ્ચાર સાથે પોતાનોઅવાજ બુલંદ કર્યો હતો.