૫… વરાછા, પૂણા, સચિન દારૂ
સુરત શહેરના વિવિધ પોલીસ મથકોની હદમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે ચાર બુટલેગરોને પકડી પાડી પાંજરે પૂર્યા છે. જ્યારે ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી રૂ. ૩ લાખ ૨૯ હજારની મત્તા કબજે કરી છે.
વરાછા પોલીસને બાતમી મળી હતી કે, મારુતિ ચોક, સંતોષી નગર સોસાયટીના શ્રીજી ઍપાર્ટમેન્ટના પહેલા માળે ગેરકાયદેસર દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરવામાં આવી રહ્ના છે. આ હકીકતના આધારે વરાછા પોલીસે છાપો મારી પ્રશાંત ઉર્ફે કાળુ ભૂપત ભંભાણા અને કિશન ભૂપત ભંભાણા નામના બે ભાઈઓને દારૂના જથ્થા સાથે રંગેહાથ પકડી પાડ્યા હતાં. પોલીસને મકાનમાંથી રૂ. ૩૧ હજારની ૨૦૭ નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે આ અંગે પૂછપરછ કરતા મહારાષ્ટ્ર, નવાપુરના બુટલેગર ભીમા પાસેથી દારૂનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ, રોકડ વગેરે મળી કુલ રૂ. ૪૫ હજાર ૫૫૦ની મત્તા કબજે કરી હતી. જ્યારે બીજા બનાવમાં પૂણા પોલીસે કડોદરા, વેડછા પાટીયા પાસેથી ઍક યુવકને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસને તેની પાસેથી રૂ. ૨૫ હજાર ૧૨૬ની ૧૪ નંગ દારૂની બોટલ મળી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું મહારાષ્ટ્રના થાળે જિલ્લાના અંબરનાથના જે.પી. રેસીડેન્સીમાં રહેતો રવિ ઉર્ફે અંશુ હરેશલાલ ચુઘ જણાવ્યું હતું. પોલીસે દારૂ અંગે પૂછપરછ કરતા તેણે અમદાવાદ સરદારનગરના કુબેરનગરમાં રહેતા પોતાના જીજા સૂરજ માધુમલ પંજાબી માટે પૂણેના અલગ-અલગ બારમાંથી દારૂની બોટલ લઈ કાપડના થેલામાં મૂકીને સુરત ખાનગી વાહનમાં આવ્યો હોવાની કબૂલાત કરી હતી. તે અહીંથી અમદાવાદ જવાની તૈયારીમાં હતો. પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોધી તેના જીજા સૂરજ પંજાબીને વોન્ટેડ જાહેર કરી રૂ. ૪૫ હજાર ૧૬૦ની મત્તા કબજે કરી છે. જ્યારે ત્રીજા બનાવમાં સચિન પોલીસે લાજપોર, કપલેથા ચેક પોસ્ટ પાસેથી દારૂ ભરેલી કાર સાથે ઍક ખેપિયાને પકડી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નાની દમણ, ખાડીવાડના કોળીવાડમાં રહેતો ભાવેશ કુમાર ડાહ્નારામ પ્રજાપતિ હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતા રૂ. ૩૩ હજાર ૬૦૦ના ૬૭૨ નંગ દારૂના પાઉચ મળી આવ્યા હતાં. પોલીસે આ અંગે પૂછપરછ કરતાં નવસારી બજારમાં રહેતા વિપુલ નામના બુટલેગરને દારૂના જથ્થા આપવામાં માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી દારૂનો જથ્થો, કાર મોબાઈલ વગેરે મળી કુલ રૂ. ૨ લાખ ૩૮ હજાર ૬૦૦ની મત્ત કબજે કરી હતી. આમ, પોલીસે ત્રણ બનાવમાં કુલ રૂ. ૩ લાખ ૨૯ હજારનો દારૂ કબજે કર્યો હતો.