
ઉધના વિજય નગરમાં રહેતા રહીશો છેલ્લાં કેટલાંક દિવસોથી પીવાના પાણીને લઈને હાલાકી ભોગવી રહ્ના છે. પીવાના પાણીની લાઈનમાં ગંદુ પાણી આવતું હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. આ અંગે અવારનવાર સુરત મહાનગરપાલિકામાં જાણ કરવા છતાં વિજયનગરનાં રહીશોની સમસ્યાનો નિકાલ ન થતાં તેમનો રોષ ફાટી નીકળ્યો હતો. છેવટે ઉધના ઝોન ખાતે બાટલીમાં ગંદુ પાણી ભરીને સ્થાનિક લોકોઍ મોરચો માંડ્યો હતો. તાત્કાલિક ધોરણે પીવાના પાણીની લાઈન બદલી નવી લાઈન નાંખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઉધના વિજયનગરમાં રહેતા રહીશો છેલ્લાં કેટલાંક દિવસોથી ગંદા પાણીને લઈ મુશ્કેલીનો સામનો કરી રહ્નાં છે. રોજ સવારે પીવાના પાણીની લાઈનમાં દોઢ કલાક સુધી ગંદુ પાણી આવે છે. માત્ર અડધો કલાક વાપરવા જેટલું ચોખ્ખું પાણી આવે છે. આમ આખો દિવસ પીવાનું પાણી અને વાપરવાના પાણીને લઈ લોકો વલખા મારી રહ્નાં છે. આ અંગે સુરત મહાનગરપાલિકામાં જાણ કરતા હાઇડ્રોલિક વિભાગ દ્વારા પાણીના કનેક્શનો કાપી નાંખ્યા હતાં. નવી લાઈનની કામગીરી માટે કવાયત હાથ ધરી હતી. પાણીના કનેક્શનને લઈ પાલિકાની મંદ ગતિઍ ચાલતી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતાં. પાણીના મુદ્દે જે અગવડો પડી રહી છે, તે માટે સોમવારે ઉધના વિજયનગરનાં રહીશોઍ ઉધના ઝોન ખાતે મોરચો માંડ્યો હતો. અધિકારીઓનો ઘેરાવોને લઈ ગંદા પાણીની બોટલો બતાવી ચોખું પાણી મળે તે માટે રજુઆત કરી હતી.