
છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદ બાદ બે દિવસ વિરામ લીધો હોય ઍ રીતે ફરી ઝરમર વરસાદી ઝાપટાં પડી રહ્નાં છે. જોકે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઍનીની સપાટી રૂલ લેવલ ૩૩૩ ફૂટ કુદાવી જતાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્નાં છે. ઉકાઈ ડેમના ૧૩ દરવાજા ખોલી ૧ લાખ ૮૮ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્નાં છે, જેથી સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. કોઝવે ખાતે તાપી નદીની સપાટી વધીને ૮.૨૫ મીટરે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા તાપી નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધીમી ધારે ઝરમર વરસાદી ઝાપટાં પડી રહ્નાં છે. હળવા વરસાદ વચ્ચે ખેડૂતોઍ કરેલા રોપણ અને સૂર્યપ્રકાશ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે. તો શહેરમાં સવારે ઝરમર વરસાદ વરસતાં કામ-ધંધે જતા લોકોને રેઇનકોટ પહેરવાની અને છત્રી લઈને નીકળવાની ફરજ પડી હતી. રાત્રિના બારથી લઈ મંગળવારે બપોરે ૧૨ વાગ્યા સુધી ઉમરપાડામાં ૨૪ મિમી, ઓલપાડ ૭ મિમી, ચોર્યાસી ૭ મિમી, પલસાણા ૧૨ મિમી, બારડોલી ૧૪ મિમી, મહુવા ૧૩ મિમી, માંગરોળ ૨૦ મિમી, માંડવી ૨૦ મિમી અને સુરત શહેરમાં ૧૦ મિમી વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉકાઈનાં ઉપરવાસમાં છેલ્લાં ૨ દિવસથી ભારે વરસાદ પડી રહ્ના છે. જેના પગલે હથનૂર ડેમમાં પાણીની આવક વધી જવા પામી છે. છેલ્લાં ૨૪ કલાકમાં ઉકાઈના ઉપરવાસનાં ૨૧ ગેઝ સ્ટેશનો ઉપર સરેરાશ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે હથનૂર ડેમની સપાટી વધીને ૨૧૦.૭૦૦ મીટર પર પહોચી જવા પામી છે. હથનૂર ડેમનાં તમામ દરવાજા ખોલી તેમાંથી ૧ લાખ ૯૯ હજાર ૮૪૭ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવી રહ્નાં છે. જેના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોધાશે, તેવી શક્યતા છે, પરંતુ તંત્ર દ્વારા ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેઇનટેન કરવા માટે ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાઈ રહ્નાં છે. મંગળવારે બપોરના ૧૨ વાગ્યા સુધી ડેમના કુલ ૧૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. ૧૦ દરવાજા ૧૦ ફૂટ જ્યારે ૧ દરવાજા ૮ ફૂટ અને ૨ દરવાજા ૭ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્નાં છે.ઉકાઈ ડેમમાંથી ૧ લાખ ૮૮ હજાર ૪૭ ક્યુસેક પાણી છોડવામાં આવતાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે, સાથે જ નીચાણવાળા વિસ્તારને સતર્ક કરી દેવામાં આવ્યા છે. હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૩૨.૫૨ ફુટ પર પહોચી છે. ઉકાઈમાં હજુ પણ ૭૨ હજાર ૬૮૫ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા જ કાંકરાપાર ડેમની સપાટી પણ વધી છે. કાંકરાપાર ડેમમાંથી ૧ લાખ ૮૧ હજાર ૭૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્નાં છે. કાંકરાપાર ડેમની સપાટી ૧૬૯ ફુટ પર પહોચી છે.જ્યારે સુરતમાં વિયર કમ કોઝવેની સપાટીમાં વધારો નોધાયો છે. હાલ વિયર કમની સપાટી ૮.૨૫ મીટર પર પહોચી છે. તેમાંથી ૧ લાખ ૪૨ હજારથી વધુ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નદીનાં નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યાં છે. તાપી નદી બે કાંઠે વહેતા કેટલાંક માછીમારો માછીમારી કરતા પણ નજરે પડ્યાં છે. જાકે, લોકોઍ ખોટી અફવાઓથી દૂર રહેવા માટે તંત્રઍ અપીલ કરી છે. માત્ર રૂલ લેવલ મેઇનટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું છે.