
ટેલીવિઝનના કલર્સ ટીવી પર આવતા ડાન્સ દિવાને જૂનિયર શોમાં સુરતનો ઍક બાળક વિજેતા બની સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. વિજયી બનીને સુરત આવેલ બાળકનું ઉધના રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘળે પહોચતા બાળકને માથે કુમકુમ કરી આરતી ઉતારવામાં આવી હતી.
ડિંડોલી ખાતે રહેતો ૮ વર્ષીય આદિત્ય પાટિલ ખુબ જ સારો ડાન્સર હોવાથી તેણે ટેલીવિઝનના કલર્સ ટીવી પર આવતા ડાન્સ દિવાને જૂનિયર્સ-૪ શોમાં ભાગ લીધો હતો. આદિત્ય પાટીલે આદિત્ય પાટીલે આ શોમાં પોતાના ડાન્સની કલા બતાવી જજાને ખુશ કર્યા હતાં. આદિત્ય પાટીલનો ડાન્સ જાઈને જજ સહિત ત્યાં હાજર ઓડિયન્સે પણ રોમાંચ અનુભવ્યો હતો. પોતાની સાથેનાં તમામ હરીફોને મત આપી છેવટે ફાયનલમાં પ્રથમ કપ મેળવી વિજયી બન્યો હતો. આદિત્ય પાટીલને ટ્રોફીની સાથે રૂ. ૨૦ લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું. આમ, નાની ઉંમરે આદિત્ય પાટીલે સુરત શહેરનું નામ રોશન કર્યું હતું. આદિત્ય પાટીલની આ સિદ્ધિને પરિવારે બિરદાવી જશ્ન મનાવ્યો હતો. મંગળવારે વિજયી બનીને આદિત્ય પાટીલ ઉધના રેલવે સ્ટેશન ખાતે આવતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કારમાં બેસી ત્યાંથી રેલી સ્વરૂપે પોતાના ઘરે પહોચ્યો હતો. ડિંડોલી વિસ્તારનાં રહીશોઍ આદિત્ય પાટીલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પરિવારનાં સભ્યોઍ આદિત્ય પાટીલને માથે કુમકુમ કરી આરતી ઉતારી ઘરમાં આવકાર આપ્યો હતો.