સુરત શહેર સહિત જિલ્લામાં ચાલુ વરસાદની સીઝનમાં ઝેરી જીવ-જંતુઓ બહાર આવ્યા છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા ઍક આધેડ વ્યક્તિને વિંછીઍ ડંખ મારતા તે ગભરાઈ ગયો હતો.
પરંતુ વિંછીને ઍક પ્લાસ્ટિકની કોથળીમાં નાંખીને આધેડ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યો હતો. આ જાઈ ડોક્ટરો પણ ચોકી ઊઠ્યા હતાં. આધેડને તત્કાલ હોસ્પિટલમા દાખલ કરી સારવાર શરૂ કરી હતી.