
ખોલવડ ગામ ખાતે આવેલ પવિત્ર સ્ટાર રેસીડેન્સી બનાવવા માટે બિલ્ડર દ્વારા ચાર વર્ષ પહેલા પ્રોજેક્ટ લોન બેકમાંથી લીધી હતી. ત્યારબાદ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો, પરંતુબિલ્ડર દ્વારા પ્રોજેક્ટ લોનનાં હપ્તા ન ભરાતા ફ્લેટધારકોને બેક મારફતે નોટિસ મળી હતી. જેથી તેઓ દોડતા થઈ ગયા છે અને રહીશોઍ પણ વગર ઍનઓસીઍ ટાટા કેપિટલફાયનાન્સમાંથી ફ્લેટ ઉપર લોન લીધી હતી. આ નોટિસ બાદ તેઓ ટાટા કેપિટલ ફાયનાન્સની ઓફિસ પર દોડી આવતા અધિકારીઓઍ આ કેસ લીગલમાં ટ્રાન્સફર કરી દીધોછે. લીગલ દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવશે, તેની જાણ કરવામાં આવશે.
ખોલવડ ગ્રામ પંચાયતની હદમાં ચાર વર્ષ પહેલા પાંચ બિલ્ડરો દ્વારા પવિત્ર સ્ટાર રેસીડેન્સી દ્વારા પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. બિલ્ડરોઍ બેકમાંથી પ્રોજેક્ટ લોન લઈ ઍક વર્ષમાંબાંધકામની કામગીરી પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ ચાર વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો હતો. બિલ્ડરોઍ પ્રોજેક્ટ લોન લીધા હોવાની જાણ ૧૦૦થી વધુ ફ્લેટહોલ્ડરોને કરી ન હતી. બીજી બાજુ ફ્લેટ હોલ્ડરોઍ પણ ફ્લેટ ઉપર વેસુ શ્યામ મંદિર પાસે આવેલી ટાટા કેપિટલ ફાયનાન્સમાંથી લોન પાસ કરાવી હતી, પરંતુ બેકનાંઅધિકારીઓઍ પ્રોજેક્ટ કરનાર બિલ્ડરો પાસે ઍનઓસી લીધા વગર ફ્લેટધારકોને લોન આપી દીધી હતી, પરંતુ બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટ લોન ન ભરાતા બેક તરફથી ફ્લેટહોલ્ડરોને નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ જાઈને દુવિધામાં મુકાયેલા ફ્લેટ હોલ્ડરો ૧૦ દિવસ પહેલા ટાટા કેપિટલ ફાયનાન્સની ઓફિસે દોડી આવ્યા હતાં. લોનકરનાર જાશી નામના અધિકારીઍ ફ્લેટ હોલ્ડરોની સમસ્યા સાંભળી હતી. ત્યારબાદ આ કેસ લીગલમાં ટ્રાન્સફર થયા હોવાનું જણાવ્યું હતું. અમે તમારી સાથે છીઍ, તેવું જણાવ્યુંહતું. જાકે, બિલ્ડરોઍ પ્રોજેક્ટ લોન ન ભરતાં તેના પૈસા ચૂકવવાની જવાબદારી ફ્લેટ હોલ્ડરોનાં માથે આવી પડી છે. બીજી બાજુ ફ્લેટ હોલ્ડરોઍ કેપિટલ ફાયનાન્સમાંથી પણલોન લીધી હોવાથી તેના હપ્તા પણ તેઓ ભરી રહ્નાં છે. આ પ્રોજેક્ટ લોન સંદર્ભે આવેલી નોટિસ અંગે બિલ્ડરોને રહીશો દ્વારા જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમનાતરફથી યોગ્ય જવાબ મળ્યો નથી.