
વેસુ તળાવ પાસે આવેલા ઍસઍમસી આવાસમાં મધરાત્રે ૨૦થી ૨૫ અસામાજિક તત્ત્વોનું ટોળું હાથમાં ફટકાઓ લઈ ધસી આવ્યું હતું. ત્યારબાદ રહીશોને બાનમાં લેવા માટે ગાડીઓમાં અને ઘરોની બહાર તોડફોડ કરી ભયનો માહોલ સર્જ્યો હતો. જેને લઈને રહીશો દ્વારા ૧૦૦ નંબર પર ફોન કરાતા પોલીસï ઘટનાસ્થળે દોડી આવી હતી, પરંતુ પોલીસે હજુ સુધી કોઈપણ કાર્યવાહી કરી નથી.
વેસુ તળાવ પાસે આવેલા ઍસઍમસી આવાસમાં મધરાત્રિના સમયે ૨૦થી ૨૫ અસામાજિક તત્ત્વોનું ટોળું ધસી આવ્યું હતું. આ જાઈને રહીશો ગભરાઈ ગયા હતાં. રહીશો કંઈ સમજે તે પહેલા જ અસામાજિક તત્ત્વોઍ ફટકાઓ સાથે તોડફોડ શરૂ કરી હતી. જાતજાતામાં ઘરો અને પાર્ક કરેલી ગાડીઓમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું. ત્યારબાદ ટોળું ત્યાંથી ભાગી છૂટ્યું હતું. આ અંગે રહીશો દ્વારા ૧૦૦ નંબર ઉપર ફોન કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ તોડફોડ અંગેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જાકે, ખટોદરા પોલીસે હજુ સુધી આ મામલે કોઈપણ કાર્યવાહી કરી નથી, તેવો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરાયો છે.