ઉપરવાસમાં વરસાદનું જાર ઘટી જતાં હથનૂર ડેમમાંથી પાણી છોડવાની માત્રાïમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જાકે, ઉકાઈ ડેમમાં હજુ પણ ૧ લાખ ૫૬ હજાર ક્યુસેક પાણીની આવક સામે તાપી નદીમાં ૧ લાખ ૭૧ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્નાં છે. હાલ ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી હજુ પણ વધુ છે. જેથી રૂલ લેવલને મેઇનટેન કરવા માટે પાણી છોડાઈ રહ્નાં છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લેતા તંત્રઍ હાશકારો અનુભવ્યો છે. જ્યારે હથનૂરના ઉપરવાસમાં પણ વરસાદનું જાર ઘટી જવા પામ્યું છે. જેથી હથનૂર ડેમમાંથી નહિવત માત્રામાં પાણી છોડાઈ રહ્નાં છે. હથનૂર ડેમની સપાટી ઘટીને ૨૦૯.૨૦૦ મીટર પર પહોચી છે. જ્યારે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક ઘટી જવા પામી છે. હાલ ઉકાઈમાં ૧ લાખ ૫૬ હજાર ૯૧૫ ક્યુસેક પાણીની આવક સામે તાપી નદીમાં ૧ લાખ ૭૧ હજાર ૩૩૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્નાં છે. ઉકાઈ ડેમની સપાટી ૩૩૩.૧૯ ફુટ પર પહોચી છે. જ્યારે કોઝવેમાં પાણીની આવકમાં ઘટાડો નોધાયો છે, પરંતુ કોઝવેની સપાટી ૯.૪૬ મીટર પર સ્થિર જાવા મળી રહી છે. કોઝવેમાંથી હજુ પણ ૨ લાખ ૩૯ હજાર ૮૬૫ ક્યુસેક પાણી નદીમાં નદીમાં છોડવામાં આવી રહ્નાં છે. જેના પગલે શનિવારી બજાર, રીવર ફ્રન્ટ અને આજુબાજુનાં ઝુંપડામાં પાણી ફરી વળ્યા છે. તાપી નદીના આ સ્વરૂપને જાવા લોકો ઉમટી રહ્ના છે.