સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની મુલાકાતને આવકારવા માટે લગાવવામાં આવેલા બેનરો અને પોસ્ટરો સુરત મહાનગરપાલિકા દ્વારા ઉતારી લેવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીનાં જણાવ્યા મુજબ અરવિંદ કેજરીવાલની સભા અને મુલાકાત દરમિયાન તેમને આવકારવા માટે અને સુરતની પ્રજાને જાણકારી મળી રહે તે માટે શહેરના તમામ ઝોનોમાંથી પૂર્વ મંજૂરી લઈને રોડ ઉપર બેનરો અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતાં, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા ભાજપના ઇશારે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલાં બેનરો ઉતારી લેવામાં આવ્યાં છે, તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.