સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ અને પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા બીઆરટીઍસ બસ સ્ટોપ ખાતે બસમાં આગની ઘટના બની હતી. જેથી અફરાતફરી મચી ગઈ હતી. બસ સ્ટોપ પર ઍકાઍક બસમાં આગ લાગતાં શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ દોડતા થયા હતા. ફાયર વિભાગને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સુરતના સરથાણા વિસ્તારમાં સવારે શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બીઆરટીઍસ બસનો ઉપયોગ કરતા હોય છે. આજે સવારે પણ શાળા અને કોલેજ જવાના સમય દરમિયાન જ બીઆરટીઍસ બસમાં બસસ્ટોપ પર જ આગની ઘટના બનતાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા, પરંતુ ધુમાડો નીકળતાંની સાથે જ સમયસૂચકતા દાખવીને તેઓ નીચે ઊતરી ગયા હતા. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂને લીધી હતી. બીઆરટીઍસ બસ સ્ટોપ પર ઊભેલી બસમાં ઍકાઍક આગ લાગતાંની સાથે જ કોઈ સમજે ઍ પહેલાં તો આગે સમગ્ર બસને લપેટમાં લઈ લીધી હતી. સવારના સમયે ખૂબ મોટી સંખ્યામાં અવરજવર કરનારા લોકો પણ બીઆરટીઍસ બસનો ઉપયોગ કરતા હોય છે. આ બાબતે ફાયર અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. જાકે, આગ શોર્ટ-સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગને કારણે સરથાણા બસ સ્ટોપ પાસે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. જેના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.