સુરતના સરથાણા વિસ્તારમાં આજે વહેલી સવારે ર્મોનિંગ વોક પર નીકળેલા યુવાન વેપારી ઉપર ફાયરીંગ કરી બાઈક પર આવેલા બે અજાણ્યા ફરાર થઈ ગયા હતા. વેપારીને ગોળી ખભામાં વાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સરથાણા વિસ્તારમાં આવેલા પરબ રોડ પર કાવ્યા હાઈટસની સામે બની રહેલા હાઈરાઈઝ ઍપાર્ટમેન્ટ નજીક સવારના સમયે ઘણા લોકો ચાલવા નીકળતા હોય છે. ત્યારે નિત્યક્રમ પ્રમાણે વેપારી હિરેન મોરડિયા પણ આજે ર્મોનિંગ વોક પર નીકળ્યા હતાં. ત્યારે કાપડના વેપારી હિરેન મોરડીયા ઉપર બાઈક પર આવેલા બે અજાણ્યાઍ ફાયરિંગ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતા. ફાયરિંગમાં ગોળી વેપારીને ખભામાં વાગી હતી અને તે લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયા હતા. સ્થાનિકોઍ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત હિરેન મોરડિયાને સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તબીબો દ્વારા સારવાર હાથ ધરવામાં આવી છે.સમગ્ર ફાયરિંગની જાણ થતાં સરથાણા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વેપારી પર ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું તથા અંગત અદાવત છે કે કોઈ બીજા કારણસર ઍ બાબતની પોલીસે તપાસ હાથ ધરી છે, સાથે પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.