
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉઘાડની સ્થિતિ સર્જાઈ છે. જેથી શહેરીજનોની સાથે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝરમર વરસાદના ઝાપટા અલપ ઝલપ રીતે પડી જતાં હોય છે. બીજી તરફ ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદનું પ્રમાણ ઘટતા તથા પાણીની આવક ઘટતા ડેમની સપાટી ૩૩૩ ફૂટની આસપાસ જાળવી રાખવા માટે પાણીની જાવક ધીમે ધીમે ઘટાડવામાં આવી રહી છે. હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૩૩.૪૨ ફુટ પર પહોચી છે.
છેલ્લા થોડા દિવસોથી વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઘટી રહ્નાં છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેર અને જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. જોકે હળવા વરસાદી ઝરમર સ્વરૂપે ઝાપટા પડી રહ્નાં છે. જેથી વાતાવરણમાં પણ ઠંડક છવાઈ છે. બીજી તરફ નવા રોપાણ અને ઉભા પાકને વરાપ આશિર્વાદ સમાન સાબિત થઈ રહી હોવાથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છેઉકાઈના ઉપરવાસમાં હથનૂર ડેમમાંથી પણ પાણી ઓછું છોડવામાં આવી રહ્નાં છે. જેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્ના છે. ઉકાઈ ડેમમાં સવારે ૧૨ વાગ્યે ૧ લાખ ૧૧ હજાર ૨૭૬ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેની સામે ડેમમાંથી પાણીનો આઉટફ્લો ઘટાડીને ૫૩ હજાર ૫૯૫ ક્યુસેક કરવામાં આવ્યો છે. જેથી ડેમની સપાટી ૩૩૩.૪૨ ફૂટ નોધાઈ છે. જ્યારે કોઝવેની સપાટી ઘટીને ૫.૨૦ મીટર નાંધાઈ છે. જ્યારે કોઝવેમાંથી ૧ લાખ ૩૭ હજાર ૧૭૪ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્નાં છે. જાકે, પાણીની આવક ઘટતા જ શનિવારી બજાર, વોકવે અને રીવર ફ્રન્ટ પરથી પાણી ઉતરી જવા પામ્યા છે. જ્યારે કાંકરાપાર ડેમની સપાટી પણ ઘટીને ૧૬૪.૮૦ મીટર પર પહોચી છે. હાલ કાંકરાપાર ડેમમાંથી ૬૭ હજાર ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્નાં છે.