હોસ્પિટલમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા સહિતનાં નવા નિયમો મુદ્દે ખાનગી હોસ્પિટલનાં તબીબોને નોટિસ પાઠવાતા તેના વિરોધમાં શહેરની ૬૦૦થી વધુ હોસ્પિટલો અને ૩૫૦૦થી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતરતા દર્દીઓની હાલત કફોડી બની છે. ડોક્ટરો ઇમરજન્સી અને ઓપીડી સારવારથી દૂર રહેતા દર્દીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં જવાની ફરજ પડી હતી. જેથી સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં વધારાનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. તબીબો દ્વારા વનિતા વિશ્રામનાં હોલમાં મીટિંગનો દોર રાખી સરકારી સામે કઈ રીતે લડી શકાય તે અંગે ચર્ચાઓ થઈ હતી.
ગુજરાત હાઈકોર્ટે ૩૦મી જૂને પીઆઈઍલના અનુસંધાનમાં રાજ્ય સરકારને મૌખિક આદેશ કરી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ સહિતની જાગવાઈઓ લાગુ કરવા સૂચના આપી હતી. હોસ્પિટલોને સાત દિવસમાં પાલન કરવાની નોટિસ આપતા ડોક્ટરોમાં રોષ જાવા મળ્યો હતો. હાઈકોર્ટની આ ટકોર બાદ આઈઍમઍ સાથે જાડાયેલા તબીબોઍ શુક્રવારે હડતાળનું ઍલાન કર્યું હતું. જેના પગલે સવારથી જ શહેરની ૬૦૦થી વધુ હોસ્પિટલોનાં ૩૫૦૦થી વધુ તબીબો હડતાળ પર ઉતર્યા હતાં. જેના પગલે ખાનગી હોસ્પિટલોઍ ઓપીડી અને ઈમર્જન્સી સેવા પણ બંધ જાવા મળી હતી. જેના પગલે દર્દીઓને ખાનગી હોસ્પિટલને બદલે સરકારી હોસ્પિટલોમાં જવાની ફરજ પડી હતી. આ હડતાળને જાઈ સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં વધારાનો મેડિકલ અને નર્સનો સ્ટાફ રાખવામાં આવ્યો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન લાગી છે, જોકે સિવિલ હોસ્પિટલમાં રાબેતા મુજબ ઇમર્જન્સી તેમજ ઓપીડી ચાલુ રાખવામાં આવી છે અને તમામ ડોક્ટરો તેમજ ર્નસિંગ સ્ટાફને ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલનાં તબીબો દ્વારા વનિતા વિશ્રામનાં હોલમાં ઍક મીટિંગનું આયોજન કરાયું હતું. જેમાં સરકાર સામે આગળ કઈ રીતે લડી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.