
આઝાદીના ૭૫ વર્ષમાં દેશને પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ મળ્યા છે. જેને લઈને આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જાવા મળ્યો છે. બીજી બાજુ ભાજપ દ્વારા પણ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા ઠેર-ઠેર જશ્નનો મનાવવામાં આવે છે.
શુક્રવારે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્યો, નગરસેવકો સહિતનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં. જ્યાં ઢોલ-નગારાના તાલે તમામ ઝૂમી ઊઠ્યા હતાં અને ફટાકડા ફોડી ઍકબીજાનાં મો મીઠું કરાવી નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જીતને વધાવી લીધી હતી.