
સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા બારડોલી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઇડી દ્વારા સોનિયા ગાંધીને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્નાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલ ૫૦થી વધુ કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલ સોનિયા ગાંધીની ઇડી દ્વારા ચાલી રહેલ તપાસ મામલો ઉગ્ર બન્યો છે. થોડા-થોડા દિવસે ઇ ડી દ્વારા સોનિયા ગાંધીને તપાસના નામે હેરાનગતિ કરાઈ રહ્નાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્ના છે. જેના ભાગરૂપે આજે સુરત જિલ્લા કોંગ્રેસમાં પણ પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. આજે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા બારડોલી ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બારડોલીના રાજમાર્ગ પર મુદિત ચાર રસ્તા નજીક કોંગી કાર્યકરો રસ્તા પર ઉતરી આવી બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બારડોલી ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાફલો પહોચ્યો હતો અને વિરોધ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરતા ૫૦થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.