સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના સર્વોચ્ચ પદના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુજી બિરાજમાન થતા જીતની ઉજવણીના ભાગરૂપે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
માંગરોળ તાલુકાના મોસાલી ચોકડીથી ઍપીઍમસી સુધી નીકળેલી ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો જોડાઈને રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ આદિવાસી મહિલા દ્રોપદી મૂર્મુજીના ભવ્ય વિજયને વધાવી તેમના અભિનંદન પાઠવ્યા હતાં.