સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ૧૭-૧૮ દિવસમાં ધોધમાર વરસાદ પડવાના કારણે સર્વત્ર પાણી ભરાઈ જતાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. સ્લમ વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્ના હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. નવાગામ-ડિંડોલી વિસ્તારમાં ઍક અઢી વર્ષીય બાળકીનું ઝાડા-ઉલટી થવાના કારણે મોત નીપજતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
નવાગામ-ડિંડોલીમાં રહેતા સુરજભાઈ ગૌતમ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં તેમની અઢી વર્ષની પુત્રી અંશિકાને અચાનક જ ઝાડા-ઉલટી થતાં પરિવાર ગભરાઈ ગયું હતું અને તત્કાલ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં અંશિકાને લઈ ગયા હતાં, પરંતુ તબીબોઍ તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અઢી વર્ષની અંશિકાના મોત બાદ આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી વરસાદ પડવાના કારણે પાણીનો ભરાવો થતા રોગચાળો વકરી રહ્ના છે. હાલ ખાનગી અને સરકારી દવાખાના, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગયા છે. ખાંસી-શરદી વાયરલની ફરિયાદો ઊઠવા પામી છે.