ખાનગી શાળાઓની ફીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહીં. ખાનગી શાળાઓ અતિશય વધારે ફી વસૂલી શકશે નહીં. જાકે ફી રેગ્યુલેશન કમિટી પૂરતા વેરિફિકેશન વિના ખાનગી શાળાઓના ક્લેમ નકારી શકશે નહીં. ફી રેગ્યુલેટરી કમિટી ખાનગી શાળાનું લીઝ અને રેન્ટનો ખર્ચ નકારી શકે નહીં અને રેન્ટ બાબતે તપાસ કરી શકે પરંતુ ગેરવ્યાજબી રીતે ઍ ખર્ચને નકારી શકે નહીં. ફી રેગ્યુલેટરી કમિટી પોતાની જાતે કોઈ ખાનગી શાળાની લીઝ કે રેન્ટની રકમ ઓછી નક્કી કરી શકે નહીં. ખાનગી શાળાઓ ઍડમિશન ફી, સત્ર ફી, કરિક્યુલમ ફી અને ટ્યુશન ફી વસૂલી શકશે. ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને આપતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે.
ભવિષ્યના ડેવલોપમેન્ટ માટેની કોસ્ટ માટે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી શકશે. આ માટે કેસ ટુ કેસ ઉપર નિર્ણયો લેવાના રહેશે. ખાનગી શાળાઓ મિલકત પરના ઘસારાની બાબતે અલગ ક્લેમ કરી શકશે નહિ. ખાનગી શાળાઓ રિઝબેબલ સરપ્લસ માટે ફી વસૂલી શકશે. ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે, શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી માત્ર તપાસ કરી શકે પરંતુ શિક્ષકોનું પગાર ધોરણ અને તેમના ઇન્ક્રીમેન્ટ મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી નકારાત્મક નિર્ણય વિના તપાસે લઈ શકે નહીં. ખાનગી શાળાઓઍ બેંકમાંથી લીધેલી લોન પરનું વ્યાજ ફી રેગ્યુલેટરી કમિટીઍ ધ્યાનમાં લેવું પડે અને ખાનગી શાળાઓ આ મુદ્દે ફી વધારો માંગી શકે. ફી નિર્ધારિત કરતી વખતે ફી રેગ્યુલેટરી કમિટીઍ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને ફી વધારાની માંગણી નક્કી કરવાની રહેશે. ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી કરિક્યુલમ ઍક્ટિવિટી પાછળ કરેલો ખર્ચ ફી માટે ગણી શકે.