
સુરત શહેરના રસ્તાઓ ઉપર દોડતી સિટી બસમાં ઓવરલોડિંગ મુસાફરો બેસાડતા હોવાની અનેક ફરિયાદો ઊઠી રહી છે. આ ઉપરાંત કેપેસિટી કરતા વધારે મુસાફરો બસમાં મુસાફરી કરતા હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્નાં છે.
ફરી ઍકવાર ઉધનાથી ડિંડોલી ઓવરબ્રિજ પરથી જતી ૧૦૪ નંબરની સિટી બસમાં મુસાફરો દરવાજા પાસે લટકીને જીવના જાખમે મુસાફરી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, પરંતુ બસના ડ્રાઇવર અને કન્ડક્ટર દરવાજા પાસે લટકીને મુસાફરી કરતા લોકોને રોકવાના બદલે તેઓને જીવના જાખમે મુસાફરી કરાવતા નજરે પડે છે…