
સુરત સહિત ઉપરવાસમાં વરસાદનું જાર ઘટી જવા પામ્યું છે અને હાલ મેઘરાજાઍ વિરામ લેતા તંત્રઍ હાશકારો અનુભવ્યો છે. જાકે, ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી જતાં ડેમમાંથી ૫૩ હજાર ૭૫૧ ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવ્યું છે. જાકે, પાણી છોડવાની માત્રાïમાં ઘટાડો થતાં કોઝવેની સપાટી પણ ઘટી જવા પામી છે.
છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ બાદ મેઘરાજાઍ પાંચેક દિવસથી વિરામ લીધો છે. વરસાદ સુરત શહેર અને તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ડબલ ડિજિટમાં નોંધાયો નથી. જેના પગલે શહેરીજનો અને ખેડૂતોને હાશકારો થયો છે. જોકે, ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીનો વધારો થઈ રહ્ના છે. આથી ડેમ રૂલ લેવલ ૩૩૩ ફૂટને પાર કરીને ૩૩૪.૦૮ ફૂટની સપાટીઍ પહોંચી ગયું છે. હાલ ઉકાઈ ડેમમાં ૯૭ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક સામે ૫૩ હજાર ૭૫૧ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્નાં છે. જ્યારે કોઝવેની સપાટી ઘટીને ૭.૩૫ મીટર પર પહોચી ગઈ છે. હાલ કોઝવેમાંથી ૭૭ હજાર ૨૫૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્નાં છે. જ્યારે કાંકરાપાર ડેમની સપાટી પણ ઘટીને ૧૬૪ ફુટ પર પહોચી છે. જ્યારે કાંકરાપાર ડેમમાંથી ૫૩ હજાર ૭૦૦ï ક્યુસેક પાણી છોડાઈ રહ્નાં છે. આમ સુરત સહિત ઉપરવાસમાં વરસાદનું જાર ઘટી જવા પામ્યું છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી મેઘરાજાઍ વિરામ લેતા તંત્રઍ હાશકારો અનુભવ્યો છે, પરંતુ ઉકાઇ ડેમ રૂલ લેવલને પાર થતા ફરીથી મોટી માત્રામાં પાણીનો જથ્થો છોડવામાં આવે તો સુરતના નીચાણ વાળા વિસ્તારને અસર થઈ થઈ શકે.ભારે વરસાદ બાદ નવા વવાયેલા પાક અને ઉભા પાકને ઉઘાડની જરૂર રહેતી હોય છે. સૂર્ય પ્રકાશના કારણે પાકની વૃદ્ધિ સારી થતી હોય છે. ત્યારે ભારે વરસાદ બાદ જરૂરી સૂર્ય પ્રકાશ ઉભા પાકને મળી રહેતા હાલ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તથા ઉભા પાક માટે હાલનો સમય આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્ના છે.