સરથાણામાં કાપડ વેપારી પર ફાયરીંગ થયાની ઘટનામાં પારિવારિક ઝઘડામાં પત્નીઍ કૌટુંબીક સાઢુભાઇ પાસે ફાયરિંગ કરાવ્યું હોવાનું ખુલ્યા બાદ પોલીસે ફાયરિંગ કેસમાં ઍકને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય ૨ની શોધખોળ કરી રહી છે.
૨૨મીઍ સરથાણાના શુકન બંગ્લોથી વાલકગામ રોડ પર શિવધારા સ્કાય લાઇટના ગેટ પાસે મોટર સાયકલ પર ૨ અજાણ્યા લોકો આવી ર્મોનિંગ વોક પર નીકળેલા હીરેન મોરડીયા પર ફાયરિંગ કરી દીધું હતું. પોલીસ તપાસમાં ઍક કાર શંકાસ્પદ હાલતમાં અવર જવર કરતી દેખાઈ હતી.આ કાર માલિક અનીલ કાકડીયાની હોવાની બહાર આવ્યું હતું.પુછપરછ કરતા આરોપી અનીલ તથા ઇજા પામનાર હીરેનભાઇ મોરડીયાના કાકા સસરા કૌટુંબીક સાઢુભાઇ થતા હોવાનું બહાર આવ્યું હતું. આરોપી અનીલ કાકડીયાઍ આરોપી રાજુ કલેશ તથા લાલુ ઉર્ફે રણજીતને તોમર બતાવી ફાયરિંગ કરી ડરાવવાનુ કહયું હતું.આરોપીને હિરેનના પત્ની અર્ચનાબેન સાથે મિત્રતા હોવાથી અને ઍકબીજા સાથે મોબાઇલ પર અવાર-નવાર વાત પણ થતી હોવાથી પતિ હીરેનભાઇના બીજા પુત્રના જન્મ બાદ ત્રાસ આપતા અને મારજુડ કરતા હોવાથી અનીલ કાકડીયાને પતિ હીરેનભાઇને સમજાવવા માટે કહ્નાં હતું. જેથી આરોપી અનીલ કાકડીયાઍ પોતાની રીતે હીરનભાઇને ડરાવવાનુ નક્કી કર્યું હતું.અનિલ ક્રીમ-સુરત ખાતે ફેક્ટરી ચલાવતા હતા. તે સમયે તેઓની ફેક્ટરી પર કામ કરતા રાજુ વાઘજીયા કલેશ તથા લાલુભાઇ ઉર્ફે રણજીત જામદરીયા તોમર બંન્ને નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ હીરેનભાઇને ડરાવવા માટે રૂ.૬૦ હજારની સોપારી આપી હતી.