
ઉધના રેલવે સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરાનો પોલ આવેલ છે, પરંતુ તંત્રની બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સીસીટીવી કેમેરા પોલની વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી.
તેમાંથી ધુમાડો નીકળ્યો હતો. તેમ છતાં રેલવે તંત્રને કોઈ જાણ થઈ ન હતી. જાકે, ઍક જાગૃત નાગરિકે સમગ્ર વીડિયો પોતાના કેમેરામાં ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને લઈને રેલવે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. આગને કારણે સમગ્ર વાયરિંગ બળી ગયું હતું.