
સુરત શહેરમાં અવારનવાર બાળકીઓ અને મહિલાઓની છેડતીઓનાં બનાવો સામે આવી રહ્નાં છે. મંગળવારે કોર્ટે પૂણામાં સૃષ્ટિ વિરૂદ્ધ અને હત્યા પ્રકરણમાં ઍક આરોપીને ફાંસીની સજા કરી છે, તેમ છતાં હવસખોરો હજુ પણ સુધરતા નથી. જાકે, ગોડાદરા વિસ્તારમાં ઍક રોમિયોઍ મહિલાની છેડતી કરતા તેને જાહેરમાં ફટકારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગોડાદરા વિસ્તારમાં રહેતી ઍક મહિલાનું અવારનવાર ઍક યુવક પીછો કરી છેડતી કરતો હતો. જેને લઈ બુધવારે ગોડાદરા, મંગલ પાંડે હોલ પાસે મહિલાઍ છેડતી કરનાર રોડ રોમિયોને જાહેરમાં પકડી પાડ્યો હતો. ત્યારબાદ લોકોની સામે ચપ્પલ વડે રોમિયોની ધોલાઈ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાઍ રણચંડી બની ચપ્પલથી રોડ રોમિયોની બરાબર ધોલાઈ કરી તેને સબક શીખાડ્યો હતો.