બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડનો રેલો હવે સુરત સુધી પહોંચ્યો છે. ખાનગી બસમાં ક્લીનર તરીકે કામ કરતા યુવકે બરવાળા ખાતે દેશી દારૂ પીધો હોવાનું જાણવા મળી રહ્નાં છે. બે દિવસ પહેલા તેણે દારૂ પીધો હતો ત્યારબાદ તેની તબિયત લથડી હતી. સુરત આવતા જ ઍકાઍક તે બેભાન થઈ જતાં તેને ડ્રાઇવર અને અન્ય પેસેન્જરો તત્કાલ સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતાં. હાલ તેની સારવાર ચાલી રહી છે.
કતારગામ વિસ્તારમાં હરિમાધવ ટ્રાવેર્લ્સમાં ક્લીનર તરીકે કામ કરતા બલદેવ વીહાભાઈ ઝાલા તા. ૨૪મી જુલાઈના રોજ હરિમાધવ ટ્રાવેર્લ્સમાં સુરતથી બોટાદ જવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના પોદાર ગામ પાસે પહોચ્યો ત્યારે બલદેવે ગામમાંથી ઍક જગ્યાઍથી દારૂની પોટલી લીધી હતી. ત્યારબાદ તા. ૨૫મી જુલાઈના રોજ સવારે બલદેવે દારૂ પીધા બાદ પાર્કિંગની જગ્યા પર આવ્યો હતો. જ્યાં તેની તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર લીધા બાદ બલદેવને તબિયત થોડી સારી લાગતા તે બસમાં ફરીથી સુરત આવી ગયો હતો, પણ રાત્રિના સમયે કતારગામ વિસ્તારમાં બસ પાર્ક કરી રહ્ના હતો, ત્યારે ઍકાઍક તેની તબિયત લથડી હતી. અચાનક આંખે દેખાતું બંધ થઈ જતાં તે બેભાન થઈ ગયો હતો. આ જાઈને બસના માલિક ડ્રાઇવર સહિતનાં લોકો તેને તત્કાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. ડોક્ટરોઍ બલદેવને તત્કાલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરી તેની સારવાર શરૂ કરી છે. આ અંગે કતારગામ પોલીસને જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પીઆઈ બી.ડી. ગોહિલે જણાવ્યું હતું કે, બલદેવ નામના ક્લીનરે બરવાળા ખાતે દારૂ પીધો હોવાનું બસના માલિકી અમને જણાવ્યું છે. દારૂ પીધા બાદ ત્યાં પણ તેની તબિયત લથડી હતી પરંતુ ફરીથી સ્વસ્થ થતા તે બસમાં જ સુરત આવ્યો હતો અને અહીં ફરીથી તબિયત લથડતા તેને સારવાર માટે દાખલ કરાયો હોવાની વાત પણ તેમણે કરી છે.અત્યારે અમે આ બાબતે તપાસ કરી રહ્ના છે બલદેવને હાલ સારવાર આપવામાં આવી રહી છે. બલદેવે જણાવ્યું હતું કે, બરવાળામાંથી ૨૫ રૂપિયામાં દેશી દારૂની પોટલી લીધી હતી. તેણે આ દારૂ પીધા બાદ તબીયત બગડી હતી.