બોટાદ અને અમદાવાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. અત્યાર સુધી ૫૭ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીઍ શહેરમાં અઠવાગેટ સર્કિટ હાઉસથી વિવિધ બેનરો સાથે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ભાજપ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનાં રાજીનામાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
ગુજરાત રાજ્યનાં બોટાદ અને અમદાવાદ જિલ્લામાં ત્રણ દિવસ પહેલા ઝેરી દેશી દારૂ પીવાના કારણે અત્યાર સુધી ૫૭ વ્યક્તિઓ મોતને ભેટી ચૂક્યા છે. સરકારની કામગીરીનો સૌથી મોટો નમૂનો છે રાજ્યમાં ઠેર-ઠેર કોગ્રેસ અને આપ પાર્ટી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે દેખાવો કરી રહી છે. ગુરુવારે સુરત શહેરમાં આપ પાર્ટીઍ લઠ્ઠાકાંડના વિરોધમાં સર્કિટ હાઉસથી વિશાળ રેલી કાઢી હતી. કલેક્ટર કચેરીઍ પહોચી આપ પાર્ટીઍ વિરોધ પ્રદર્શન કર્યો હતો. ગાંધીના ગુજરાતમાં, બુટલેગરોના રાજમા… જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોધાવ્યો હતો. આ લઠ્ઠાકાંડ નથી ભાજપનું હત્યાકાંડ છે. પાટીલ તારા રાજમાં કાતિલ બની પોટલી, માજી બુટલેગર પાટીલ જેવા આમ આદમી પાર્ટીઍ વિરોધ નોધાવતા સમગ્ર કલેક્ટર કચેરી ગૂંજી ઉઠ્યું હતું. ત્યારબાદ આપ પાર્ટીઍ કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે આરોપીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.