
ઉધના જીવનજ્યોત સિનેમાની પાસે આવેલી પુષ્પાનગર સોસાયટીમાં ભરાતા શાકભાજી માર્કેટમાં ફરી ઍકવાર લિંબાયત ઝોને દબાણ હટાવાવની કામગીરી કરતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વેપારીઓ સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરવા માટે પહોચી ગયા હતાં. લિંબાયત ઝોન દ્વારા ફેરિયાઓની લારી અને સામાન જ કરવામાં આવ્યું છે.
ઉધના જીવનજ્યોત સિનેમાની પાછળ પુષ્પાનગર સોસાયટીમાં છેલ્લાં કેટલાય વર્ષોથી શાકભાજી માર્કેટ ભરાય છે. અહીં શ્રમજીવીઓ પોતાનું પેટીયુ રળી રહ્નાં છે, તા. ૨૧મી જુલાઈના રોજ શાકભાજી માર્કેટમાં વેપાર કરતા ફેરિયાઓની લારી જ કરતા તેઓમાં રોષ જાવા મળ્યો હતો. જાકે, સ્થાનિક કોર્પોરેટરો દ્વારા અરજી કરતા હોવાનું રટણ અધિકારીઓઍ કર્યો હતો. ત્યારબાદ ૭ દિવસ પછી ઍટલે તા. ૨૮મી જુલાઈના રોજ ફરીથી લિંબાયત ઝોન દ્વારા શાકભાજી માર્કેટમાં દબાણ દૂર કરવાની કામગીરી કરતા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓની લારીઓ જ કરવામાં આવી હતી, જેથી વેપારીઓ રજુઆત કરવા માટે સ્થાનિક કોર્પોરેટરની ઓફિસે પહોચી ગયા હતાં, પરંતુ ઓફિસ બંધ હોવાના કારણે વેપારીઓ પરત ફર્યા હતાં. સાંજે લિંબાયત ઝોન ખાતે કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવા માટે ફેરિયાઓ જવાના હોવાનું જાણવા મળ્યું છે. આ દબાણ અંગે અવારનવાર સ્થાનિક કોર્પોરેટરો દ્વારા અરજી કરાતી હોવાની માહિતી લિંબાયત ઝોનનાં કર્મચારીઓઍ આપી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ શાકભાજી માર્કેટથી તેમને કોઈ સમસ્યા નથી. તેમ છતાં લિંબાયત ઝોન દ્વારા દબાણ હટાવવાની કામગીરીના નામે શ્રમજીવીઓ અને ફેરિયાઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.