
સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી સુરત પાલિકાને સ્પર્શતા ગંભીર મુદ્દાઓને બદલે વધુ પ્રસિદ્ધિ મળે તેવા મુદ્દે આક્રમક વિરોધ કરી રહી છે. પાલિકાની સ્કૂલમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓનું યૌન શોષણ કરવાના ગંભીર મુદ્દે વિરોધ પક્ષે સામાન્ય સભામાં કોઈ વિરોધ કર્યો ન હતો પરંતુ ગુજરાતના અન્ય શહેરમાં બનેલા લઠ્ઠા કાંડ મુદ્દે સભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. અનેક ગરીબ વિદ્યાર્થીઓનું શોષણ થયું હોય તેવા ગંભીર મુદ્દે વિરોધ પક્ષ સામાન્ય સભામાં ચુપ રહ્ના અને લઠ્ઠા કાંડ મુદ્દે હોબાળાથી વિરોધ પક્ષ વધુ પ્રસિદ્ધિ મળે તેવા જ મુદ્દાનો વિરોધ કરે છે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પુણાની સ્કુલમાં આચાર્ય દ્વારા અનેક વિદ્યાર્થીઓનું યૌન શોષણ કરાયું હોવાની ગંભીર ફરિયાદ થતા તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. જોકે, આ મુદ્દે વાલીઓઍ શાસક અને વિરોધ પક્ષ સહિત અનેક લોકોને આચાર્યના કરતુત કેદ છે કેવી પેન ડ્રાઈવ ત્રણ માસ પહેલા આપી હતી. તેમ છતાં વિરોધ પક્ષ અને શાસક પક્ષ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી. કોંગ્રેસના પૂર્વ સભ્યને આ પેન ડ્રાઈવ મળતાં તેઓઍ સીધી મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરતાં આચાર્યને સસ્પેન્ડ કરવા સાથે પોલીસ કેસ પણ દાખલ કરાયો છે. સુરત પાલિકાની સ્કૂલમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓનું યૌન શોષણ કરવામાં આવતું હોવાથી અતિ ગંભીર ફરિયાદ છતાં પાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષે આ મુદ્દે ઍક શબ્દ ઉચ્ચાર્યો ન હતો. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું શોષણ કરીને તેમને અન્યાય કરાયો છે અને તેને ભાજપ શાસકો દ્વારા છાવરવામાં આવ્યો હોવા છતાં વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી સામાન્ય સભામાં આ મુદ્દે ચૂપ રહી હતી. પરંતુ લઠ્ઠા કાંડ મુદ્દે વધુ પ્રસિદ્ધિ મળે તે માટે ભાજપના નેતાઓને બુટલેગર સાથે સાંઠગાંઠ છે તેવા પ્લેકાર્ડ સાથે વિરોધ કરવા સાથે વિવાદી નિવેદન પણ કર્યા હતા. આ મુદ્દે ભારે હોબાળો અને ઝપાઝપી થતાં વિરોધ પક્ષને વધુ પ્રસિદ્ધિ મળી હતી. લઠ્ઠા કાંડ મુદ્દો સુરત પાલિકા નો ન હતો પરંતુ આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓનો શોષણનો મુદ્દે સુરત પાલિકાનો હતો અને તેમાં ભાજપ શાસકો ની નબળાઈ છતી થતી હતી. તેમ છતાં આ મુદ્દે વધુ પ્રસિદ્ધિ મળે તેમ ન હોવાથી વિરોધ પક્ષે સામાન્ય સભામાં સ્કુલમાં યૌન શોષણના મુદ્દે ચૂપ અને લઠ્ઠાકાંડ મુદ્દે હોબાળો કરતાં વિરોધ પક્ષના વિરોધ કરવાની નીતિ સામે લોકો સવાલ ઉભા કરી રહ્નાં છે.