સુરત શહેરમાં પોલીસે થોડા સમય પહેલા અલગ-અલગ પોલીસ મથકોની હદમાં રાત્રિના સમયે ડ્રાઇવ ગોઠવી અસામાજિક તત્ત્વોને ઘાતક હથિયારો સાથે પકડી પાડવાની ઝુંબેશ ચલાવી હતી, ત્યારબાદ પોલીસે એકાએક આ ઝુંબેશ બંધ કરી દેતા ફરી એકવાર અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે.
સોશિયલ મીડિયામાં સ્પોર્ટ્સ બાઈક ઉપર ત્રણ યુવાનો હાથમાં ચાકુ જેવા ઘાતક હથિયારો લઈ જાખમી સ્ટંટ કરતા નજરે પડે છે. ચાલુ બાઈક ઉપર ત્રણ યુવકો ચાકુ સાથે ડાન્સ કરતા જાવા મળ્યા હતાં. હાલ આ મીડિયા સુરત શહેરનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાકે, આ વીડિયો કયા વિસ્તારનો છે તે હજુ સુધી સામે આવ્યું નથી.