
નવસારીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર મહેશ બાસ્ટીકર દ્વારા જૈન મુનિની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતાં જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેને પગલે મોટી સંખ્યામાં રાત્રે જ જૈન આગેવાનો ટાઉન પોલીસ મથકે પહોંચીને આપ કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જૈન મુનિ સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા વીડિયોમાં કહી રહ્ના છે કે, ભારતીય લોકો મહેનત કરે છે. તેમને મફતનું કંઈ પણ ન ખપે. જેથી કેજરીવાલ અને મફતની રાજનીતિથી લોકોઍ બચવું જોઈઍ. આ પ્રકારના ભાષણ પર આમ આદમી પાર્ટીના કાર્યકર મહેશ બાવિષ્કરે જૈન મુનિને અભદ્ર ટિપ્પણી કરવા સાથે મહિલાઓના આંતરવસ્ત્ર પહેરવાની સલાહ આપતા આ વીડિયોના કૉમેન્ટ વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને પગલે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જીગીશા સહિત જૈન સમાજના આગેવાનો ટાઉન પોલીસ સ્ટેશનને પહોંચીને આપ કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. આપ કાર્યકરને કાયદાકીય ફરિયાદ થવાની ગંધ આવતા સવારે પલટી મારી હતી અને પોતાનું ફેસબુક ઍકાઉન્ટ હેક થઈ હોવાની વાતો કરી હતી. જોકે ભાજપ મીડિયા સેલ આ સમગ્ર મુદ્દાને લઈને હવે આક્રમક મિજાજમાં આવી ગયું છે.