પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જાડાયા બાદ પહેલી વખત સુરતમાં આવતા તેમના સત્કાર સમારોહમાં વરાછા રોડ ખાતે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આગામી વિધાનસભાની ચુંટણી પહેલાં જ પાટીદાર સમાજના ગઢ ગણાતા ઍવાં વરાછા , કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ચુંટણીનો ગરમાટો આવ્યો છે. સમગ્ર રાજયમાં પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર સુરત શહેર રહ્ના હતુ. અને વિધાનસભાની ચુંટણી પહેલાં જ પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જાડાતા આ વખતે સૌરાષ્ટ્રવાસીઓના પ્રભુત્વવાળી ઍવી વિધાનસભાની બેઠકો પર ભાજપ માટે કપરા ચઢાણ હોય ઍવું સ્પષ્ટ જણાઇ આવે છે. જયારે આ બંને નેતાઓ આપ માં જાડાયા બાદ પહેલી વખત સુરતમાં આવતા વરાછા રોડ સરદાર ચોકથી વિશાળ તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બાઇક રેલી વરાછાન વિવિધ વિસ્તારોમાં પહોચીને આમ આદમી પાર્ટીના સિમાડા નાકા ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય પર પહોચી હતી.