
ખટોદરાના દિવ્યાનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મેઇન રોડ પર દુકાનની સામે રવિવારે સવારે ઍક યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. યુવકને માથા, ચહેરા અને શરીરના ભાગોમાં ઈજાના નિશાન હતા. યુવકની લાશ પાસેથી ફોન મળ્યો હતો.
જેના આધારે તેની ઓળખ થઈ હતી. મરણજનારનું નામ મનોજ સ્વાઇન છે અને તે મૂળ ઓરિસ્સાનો હતો અને હાલમાં પત્ની સાથે ઉધના ધર્મીયુગ સોસાયટીમાં રહે છે. મનોજ સરદાર માર્કેટ પાસે નોનવેજની દુકાનમાં કામ કરતો હતો. મનોજની હત્યા તેના હમવતનીઍ કરી છે. હાલમાં ખટોદરા પોલીસે મરણજનારની ફરિયાદ લઈ હમવતની સુકુટા પ્રસન્ના નાઇક સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હત્યારા સુકુટાના ઍક મહિલા સાથે આડાસંબધ હતા. આ વાતની ખબર વતનમાં થતા હત્યારાને શક હતો કે મનોજે આ વાત વતનમાં કરી હશે, જેને લઈ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.