પુણાગામ સીતારામનગર સોસાયટીમાં પતિઍ પત્નીની કરપીણ હત્યા કરી રૂમ બહારથી બંધ કરી નાસી ગયો હતો. રૂમની બહાર લોહીના ડાઘ અને બારીમાંથી મહિલા લોહીલુહાણ હાલતમાં જોઇ આસપાસના પડોશીઓઍ રૂમ માલિકને જાણ કરી હતી. બાદમાં માલિક અને પડોશીઓઍ રૂમનો દરવાજો તોડી અંદર જોતા ઍક મહિલાની હત્યા કરાયેલી લાશ પડેલી હતી. મહિલાને ગળા, છાતી અને હાથ પર તિક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા.
પડોશી સોનીબેને પોલીસને જણાવ્યું કે, ૨૮મી ઓકટોબરે ચંદ્રશેખર શર્મા અને તેની પત્ની સંગીતા રહેવા આવ્યા હતા અને રાત્રીના સમયે બન્ને ઝઘડો કરતા હોવાનો અવાજ આવતો હતો. થોડા સમય પછી પતિ ચંદ્રશેખર બહારથી રૂમને તાળું મારી જતો રહ્ના હતો.આ બાબતે પડોશી મહિલાઍ પતિને વાત કરી અને તેના પતિઍ મકાનમાલિકને જાણ કરી હતી. મકાનમાલિકે ચંદ્રશેખરને કોલ કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પુણા પોલીસે હત્યારા પતિ ચંદ્રશેખર સદાનંદ શર્મા સામે ગુનો નોંધી તેને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.