ઉધના પોલીસ મથકની હદમાં આવેલા સંજય નગર ઝુંપડપટ્ટીમાં ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ પાડતા સ્થાનિક પોલીસ દોડતી થઇ છે. ïપોલીસે દારૂ વેચનાર બે ને દબોચી પાડી રૂ.૩૯ હજારની મત્તા કબ્જે કરી છે. જયારે દારૂનો ધંધો કરનાર બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે ઉધના રોડ નં – ૪ સંજય નગર ઝુંપડપટ્ટીમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ધમધમી રહ્ના છે. આ હકીકતના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે છાપો મારતા ઉધના પોલીસ દોડતી થઇ હતી. સ્ટેટ મોનિટરીંગ સેલે ઉધના સંજય નગર ઝુંપડપટ્ટીમાં રહેતો અને દારૂનો વેચાણ કરનાર સુનિલ રમેશ નિકમ અને અકબર ઇલ્યાસ પઠાણ નામના બે બુટલેગરોને દબોચી પાડ્યા હતા. જયારે દારૂનો અડ્ડો ચલાવનાર સકીલ સલીમ ફારૂકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે દારૂના અડ્ડા પરથી દારૂ અને બિયરની બોટલો , પાઉચï , દારૂના સાધનો અને રોકડ તથા મોબાઇલ મળી કુલ રૂ.૩૯ હજારની મત્તા કબ્જે કરી આગળની તપાસ ઉધના પોલીસને સોîપી છે.