ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જે રીતે નજીક આવી રહી છે. તે રીતે આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાના ઉમેદવારોની યાદીઓ જાહેર કરી રહી છે. ત્યારે આજે આપ દ્વારા વધુ ઍક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સુરતથી આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાઍ ૧૨ નામોની યાદી જાહેર કરી છે. જેમાં પાટીદાર અમાત આંદોલનના મુખ્ય ચહેરા ઍવા અલ્પેશ કથીરિયાને સુરતની વરાછા બેઠક અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે.
સુરતના ઉતર વિધાનસભા કાર્યાલય, બીજો માળ, નીલકંઠ ચેમ્બર, સાઈબાબા મંદિર પાછળ, કતારગામ દરવાજા ખાતેથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને પાસમાંથી આપમાં જોડાયેલા અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા સહિતના આગેવાનોની હાજરીમાં આપની ૧૧મી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ૧૨ નામો જાહેર કરવામાં આવ્યાં છે. ભાજપના નેતા હાર્દિક પટેલના મિત્ર અને પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા થોડા દિવસો અગાઉ જ આપમાં જોડાયા હતાં. અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભાવનગરના ગારિયાધારમાં કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાઍ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ૧૪ મહિના જેલમાં રહેલા અલ્પેશ કથીરિયા પાસનો ચહેરો હતાં. જે હવે આપમાં જોડાઈને વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહ્નાં છે. અલ્પેશ કથીરિયા અમરેલીના મોટા ગોખરવાળા ગામના વતની છે. ઍલ.ઍલ.બી. સુધીનો અભ્યાસ, વ્યવસાયે વકીલ છે. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતાં. ૨૦૧૫માં હાર્દિકની સુરત મુલાકાત દરમિયાન મુલાકાત થઈ હતી. ૨૦૧૫થી અનામત આંદોલનમાં જોડાયા હતા.૨૦૧૮માં અલ્પેશ કથીરિયાની ધરપકડ થઈ હતી. રાજદ્રોહ કેસમાં ૧૪ મહિના જેલમાં રહ્નાં હતાં.અલ્પેશ કથીરિયા પર કુલ ૨૨ કેસ નોંધાયા હતા.આંદોલન સમિતિ બાદ રાજકીય સફર શરૂ કરી હતી. સુરતની વરાછા બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે. અલ્પેશ કથીરિયાના ફિયાન્સી ભાજપના નેતા છે. ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે સગાઈ થઈ હતી. કાવ્યા કનકપુર કનસાડ પાલિકાના ઉપપ્રમુખ રહ્નાં હતાં.