
ડિંડોલી કરાડવા રોડ સાંઇ વિલા રેસીડેન્સીમાં આવેલા ઍક વેપારીના મકાનમાંથી તસ્કરો રૂ.૫.૭૨ લાખની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા.
બિહાર બૈસાલી જીલ્લાના રસલપુર ગામના વતની અને હાલ ડિંડોલી કરાડવા રોડ સાંઇવિલા રેસીડેન્સીમાં રહેતા ચંદનકુમાર સગુનીસીંઘ વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.૫મી નવેમ્બરના રોજ રાત્રિના સમયે તસ્કરો તેમના મકાનમાં ત્રાટકયા હતા. તસ્કરોઍ ડુપ્લીકેટ ચાવીથી કબાટ ખોલી અંદરથી સોના ચાંદીના દાગીના , મોબાઇલ મળી કુલ રૂ.૫.૭૨ લાખની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા. આ અંગે સવારે જાણ થતાં ચંદનકુમારે ડિંડોલી પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.