પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે આવેલી મોહંમદી મસ્જીદમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોઍ મસ્જીદના કબાટમાંથી રોકડા રૂ.૮૯ હજાર ચોરી કરી ભાગી છુટ્યા હતા. આ ચોરી પાછળ જાણ ભેદુ હોવાની શકયતા નકારી શકાય તેમ નથી.
ઉન કર્મયોગી સોસાયટીમાં રહેતા ઇમામુદ્દીન ગ્યાસુદ્દીન શેખ અને ઇલ્યાસ અસલમભાઇ પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ શિવનગરમાં આવેલી મોહંમદી મસ્જીદના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તા.૪થી નવેમ્બરના રોજ બંને જણાંઍ બપોરના સમયે મસ્જીદ માટે જમા થયેલી રોકïડ રકમ ગણી હતી. રૂ.૮૯ હજારની રકમ ગણ્યા બાદ તે કબાટમાં મુકીને બંને ટ્રસ્ટીઓ જતાં રહ્ના હતા. તા.૫મી નવેમ્બરના રોજ બપોરના સમયે બંને ટ્રસ્ટીઓ મસ્જીદમાં નમાઝ પઢવા માટે આવ્યા હતા. ત્યારે કબાટનું લોક તુટેલી હાલતમાં જાવા મળ્યુ હતુ. કબાટ ચેક કરતા અંદરથી રોકડા રૂ.૮૯ હજાર ગાયબ હતા. મસ્જીદમાં ચોરી થયા હોવાનું ભાન થતાં ઇમામુદ્દીનભાઇઍ પાંડેસરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇમામુદ્દીનભાઇની ફરીયાદના આધારે ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.